શ્રીલંકા સામેની હારનો સૌથી મોટો ગુનેગાર બન્યો આ ખેલાડી, કરિયર પણ ખતરામાં…

રમત ગમત

દોસ્તો ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી બહાર થવાની આરે ઉભી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની બંને મેચ જીતી હતી, પરંતુ સુપર-4માં તે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. એશિયા કપ 2022ના સુપર-4માં ટીમ ઈન્ડિયાને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી હારનો સૌથી મોટો ગુનેગાર બન્યો હતો. આ ખેલાડી પાકિસ્તાન સામે પણ ફ્લોપ રહ્યો હતો.

શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 173 રન બનાવ્યા હતા. ટાર્ગેટ જોવામાં ઘણો મોટો હતો, પરંતુ ભારતીય બોલરોએ તેને શ્રીલંકા માટે ખૂબ જ આસાન બનાવી દીધું હતું. એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાના સિનિયર-મોસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હારનું સૌથી મોટું કારણ હતું. આ મેચમાં ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો હતો અને ટીમ માટે વિકેટ પણ લઈ શક્યો ન હતો.

શ્રીલંકાને આ મેચ જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 21 રનની જરૂર હતી, આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ ભુવનેશ્વર કુમાર પર વિશ્વાસ બતાવીને તેને 19મી ઓવર આપી. ભુવનેશ્વર કુમાર તેના અનુભવનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને તેણે આ ઓવરમાં 14 રન ખર્ચ્યા હતા. જો ભુવનેશ્વર કુમાર આ ઓવરમાં રન આપવામાં સફળ રહ્યો હોત તો કદાચ મેચનું પરિણામ ભારતના પક્ષમાં આવી શક્યું હોત. આ મેચ પહેલા પાકિસ્તાન સામે પણ તેણે 19મી ઓવરમાં 19 રન આપ્યા હતા.

ભુવનેશ્વર કુમારે શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ઓવરમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ તે પછી તે ઘણો મોંઘો સાબિત થયો હતો. ભુવનેશ્વર કુમારે આ મેચમાં 4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 7.50ની ઈકોનોમી પર રન ખર્ચ્યા હતા અને એક પણ વિકેટ લીધી ન હતી. તમને જણાવી દઈએ કે જો બુધવારે રમાનારી મેચમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનને હરાવશે તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સુપર-4માં પોતાની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે રમવાની છે.