કોઈકના 5 તો કોઈકના 15 વર્ષે તૂટ્યા ગયા, આ સેલેબ્સના છૂટાછેડાએ ચાહકોને કરી દીધા આશ્ચર્ય…

મનોરંજન

દોસ્તો સામાન્ય રીતે લગ્ન એ સાત જન્મનો સંબંધ હોય છે પરંતુ બોલિવૂડના કેટલાક સેલેબ્સનો આ સંબંધ થોડા જ વર્ષોમાં તૂટી ગયો છે. હવે સોહેલ અને સીમા ખાન પણ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જ્યારે આ સેલેબ્સે તેમના અલગ થવાની જાહેરાત કરી તો બધા દંગ રહી ગયા હતા.

હૃતિક રોશન – સુઝાન ખાનઃ પ્રથમ ફિલ્મ રીલિઝ થયા બાદ જ હૃતિક રોશન મિત્ર સુઝેન ખાન સાથે લગ્ન કર્યા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ થોડા જ વર્ષોમાં તેમના સંબંધોમાં તિરાડ આવવા લાગી હતી. આખરે બંનેએ 2014માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. જ્યારે તેમનો સંબંધ તૂટ્યો ત્યારે પહેલા તો લોકોએ વિશ્વાસ કાર્યો નહોતો.

અનુરાગ કશ્યપ – કલ્કી કોશેલિનઃ 2009માં આવેલી ફિલ્મ દેવ ડીમાં જોવા મળેલી કલ્કી કોશેલિનએ 2011માં ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. જોકે બંને વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હતો પરંતુ 2015માં બંને અલગ થઈ ગયા હતા. માત્ર 4 વર્ષમાં તૂટેલા આ સંબંધની વાત સાંભળીને બધા દંગ રહી ગયા.

મલાઈકા અરોરા – અરબાઝ ખાનઃ મલાઈકા અરોરા અને અરબાઝ ખાને પહેલા પાંચ વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા અને પછી લગ્નમાં 18 વર્ષ વિતાવ્યા હતા પરંતુ આટલા વર્ષો સુધી સાથે રહેવા છતાં શું સમસ્યા હતી કે તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો. બોલિવૂડના મોટા પરિવારમાં થયેલા આ છૂટાછેડાની ચર્ચાઓ આજે પણ ચાલી રહી છે.

ધનુષ – ઐશ્વર્યાઃ ગયા વર્ષે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ ધનુષે સોશિયલ મીડિયા દ્વારા અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ ઉતાવળા લગ્નના થોડા વર્ષો બાદ હવે ધનુષ અને ઐશ્વર્યાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. તેઓ બંનેને બે પુત્રો પણ છે.

સામંથા પ્રભુ – નાગા ચૈતન્ય: સામંથા પ્રભુ અને નાગા ચૈતન્ય, જેમણે 2017 માં ગોવામાં ભવ્ય લગ્ન કર્યા હતા, તેઓએ 2020 માં તેમના અલગ થવાની જાહેરાત કરી. તેમની વચ્ચે શા માટે છૂટાછેડા થયા તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હવે તેમના રસ્તા અલગ થઈ ગયા છે. અને આ છૂટાછેડાના સમાચારે લોકોને જોરદાર આંચકો આપ્યો હતો.

આમિર ખાન – કિરણ રાવ: મિસ્ટર પરફેક્શનિસ્ટે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર તેના છૂટાછેડાની જાહેરાત કરીને મોટો ફટકો માર્યો હતો. આ આઘાતજનક પણ હતું કારણ કે આમિર ખાનના આ બીજા લગ્ન હતા જે 15 વર્ષમાં તૂટી ગયા હતા. આ પહેલા રીના દત્તા સાથે તેના લગ્નને પણ 15 વર્ષ થયા હતા.