16 વર્ષની છોકરીને ખરાબ મેસેજ મોકલવાનો આરોપ, ફસાઈ ગયો આ પૂર્વ ક્રિકેટર…

 16 વર્ષની છોકરીને ખરાબ મેસેજ મોકલવાનો આરોપ, ફસાઈ ગયો આ પૂર્વ ક્રિકેટર…

ક્રિકેટ વંશવાદના આરોપ બાદ ઈંગ્લેન્ડમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા યોર્કશાયરના પૂર્વ સ્પિનર અઝીમ રફીક પર 6 વર્ષ પહેલા એક ટીનેજ છોકરીને ‘અશ્લીલ’ મેસેજ મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

યોર્કશાયર પોસ્ટના અહેવાલ મુજબ ગાયત્રી અજિથ જ્યારે 16 વર્ષની હતી ત્યારે અઝીમ રફીકને મળી હતી. જોકે, તેણીએ જણાવ્યું કે તેણે રફીકને ‘થોડી મોટી’ દેખાવા માટે તેની ઉંમર 17 વર્ષ જણાવી હતી.

રિપોર્ટ અનુસાર તેણીએ આક્ષેપ કર્યો હતો કે ક્રિકેટરે માન્ચેસ્ટરથી દુબઈની ફ્લાઇટમાં મળ્યના ત્રણ મહિના પછી ડિસેમ્બર 2015માં તેણીને અશ્લીલ WhatsApp મેસેજ મોકલ્યા હતા. આ સિવાય તેણે રફીકની દુબઈમાં ડિનરની ઓફર પણ ઠુકરાવી દીધી હતી.

ગાયત્રી અજિથે ડિસેમ્બર 2015માં અઝીમ રફીકના મોબાઈલ નંબર પરથી અખબારને મોકલેલા મેસેજના સ્ક્રીનશોટ આપ્યા હતા, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે.

ગાયત્રી અજિથે કહ્યું તે સંદેશાઓની ક્રૂરતાથી હું ચોંકી ગઈ હતી. તેઓ તદ્દન અશ્લીલ હતા. અમારે તેની તપાસ કરવાની જરૂર છે, તેથી હમણાં ટિપ્પણી કરી શકતા નથી.

ઇંગ્લિશ કાઉન્ટી ટીમ યોર્કશાયરના ક્રિકેટર અઝીમ રફીકે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર એલેક્સ હેલ્સ પર જાતિવાદનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ક્રિકેટર એલેક્સ હેલ્સ તેના કાળા કૂતરાને હેલ્સના રંગના આધારે ‘કેવિન’ કહેતા હતા.