કોરોના કાળ માં મિશાલ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી તોપણ પગ થી કરી રહી છે મરીજો ની સેવા

જાણવા જેવું

આપણા માંથી ઘણા એવા છે જે કામ ન કરવા ના હજાર બહાના શોધે છે. સહેજ પણ મુશ્કેલી આવી જાય તો પાછળ ખસી જાય છે. જોકે કેટલાક ગણતરી ના લોકો એવા પણ છે જે મોટા માં મોટી મુશ્કેલી અને બાધા આવી જાય તો પણ હાર નથી માનતા. એમની અંદર લગન અને મહેનત એમના પોતાના સપના ને પુરા કરવા માં મદદ કરે છે. આસામ ના નાના શહેર સોનારી ની રહેવાવાળી 21 વર્ષ ની પ્રિન્સી ગોગાઇ ની વાર્તા પણ કંઈક આવી જ છે.

બંને હાથ નથી તોપણ ભરી રહી છે પરિવાર નું પેટ

પ્રિન્સી ને બાળપણ થી પોતાના બંને હાથ નથી. જોકે આ વાત થી દુઃખી થઈ ને એક ખૂણા માં બેસવા ની જગ્યા એ આ કોરોના મહામારી ના સમય માં પણ હોસ્પિટલ માં કામ કરીને પોતાના પરિવાર નું પેટ ભરી રહી છે. એ આ દિવસો માં ગુવાહાટી માં રહે છે અને ત્યાં જ એક પ્રાઇવેટ હોસ્પિટલ માં જોબ કરે છે.

પગ ને બનાવ્યા હાથ

પોતાના સપના ને પૂર્ણ કરવા માટે પ્રિન્સી પગ ને જ હાથ બનાવી લીધા. એ હોસ્પિટલ માં ફોન ઉઠાવવા થી લઈને મરીજો ના નામ લખવા સુધી, બધું પોતાના પગ થી કરે છે. પ્રિન્સી ની આ હિંમત જોઈ ઘણા લોકો એમના વખાણ પણ કરે છે.

પેઇન્ટિંગ પણ બનાવી લે છે

જોબ કરવા ના સિવાય પ્રિન્સી ને ગીત ગાવા નો અને પેઇન્ટિંગ કરવા નું પણ શોખ છે. એ પોતાના પગ થી બ્રશ પકડી ને સુંદર પેઇન્ટિંગ બનાવે છે. કેટલાક સમય પહેલા એમણે ગણેશજી ની મૂર્તિ પણ બનાવી હતી. આ મૂર્તિ 30,000 માં વેચાઈ હતી.

દિવ્યાંગ બાળકો માટે ખોલવા માંગે છે આર્ટ સ્કુલ

પ્રિન્સી નો એક સપનું છે કે દિવ્યાંગ બાળકો માટે આર્ટ સ્કૂલ ખોલવા માંગે છે. એ પેઇન્ટિંગ ને વેચી ને જે પણ પૈસા ભેગા કરે છે, એને આ કામ માં લગાવવા માંગે છે. એમનો વિચાર છે કે આ સ્કૂલ માં બાળકો કલા શીખે અને એ અનુભવ જ ન કરે કે એ દિવ્યાંગ છે.

પરિવાર ને છે પુત્રી પર ગર્વ

પ્રિન્સી ના પરિવાર વાળા ને પણ પોતાની પુત્રી ના દિવ્યાંગ હોવાનું દુઃખ નથી. પરંતુ એના ઉપર ગર્વ કરે છે કે એમના કારણે આખો પરિવાર નો ખર્ચો ચાલી રહ્યો છે. પ્રિન્સી આજે જ્યાં પણ છે પોતાના દમ પર છે. પગ થી લખી ને એમણે 12મુ ધોરણ પાસ કર્યું હતું. એ બતાવે છે કે જ્યારે 5 માં ધોરણ માં એડમિશન લેવા પહોચી હતી એમને એક માનસિક રોગી બતાવી સ્કૂલ થી કાઢી દેવા માં આવ્યું હતું. આવા માં આ વાત થી પોતાને ડિપ્રેશન માં ન જવા દીધું અને ગામ ના સ્કૂલ થી જ 10 મા અને 12 મા ધોરણ ની પરીક્ષા પાસ કરી.

મળી ચૂક્યું છે સન્માન

પ્રિન્સી ના આ જૂનૂન અને હિંમત ને જોતા ઘણાં સામાજિક સંસ્થાઓ એમને સન્માન આપી ચૂક્યા છે. એ ઘણા દિવ્યાંગ બાળકો માટે એક પ્રેરણા છે. એમને દુનિયા ને બતાવી દીધું કે જો તમારી અંદર કંઈક કરવા ની ઈચ્છા હોય તો તમને સફળતા પ્રાપ્ત કરવા થી કોઈ નથી રોકી શકતું. અમે આશા કરીએ કે પ્રિન્સી પણ પોતાના સપના ને જલ્દી પૂર્ણ કરી લે.

જો તમને પ્રિન્સી ની આ વાર્તા પસંદ આવી હોય તો એને બીજા ની સાથે શેર જરૂર કરજો.