ખાસ રસ પીવાથી વાળ બની જશે એકદમ લાંબા, વાળ ખરવાની સમસ્યા પણ થશે દૂર…

સ્વાસ્થ્ય

સામાન્ય રીતે વાળનો ગ્રોથ ઝડપથી વધારવા માટે એલોવેરા જ્યુસનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે એલોવેરા જ્યુસના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા પણ અટકાવી શકાય છે. તમે એક સરળ રેસીપી સાથે ઘરે એલોવેરા જ્યુસ બનાવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે ઘરે એલોવેરા જ્યુસ બનાવવાની રેસીપી શું છે?

એલોવેરાના રસમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન બી 12, ફોલિક એસિડ (વિટામિન બી 9) હોય છે. જે તંદુરસ્ત કોષોને વિકસાવવામાં અને વાળને રેશમી બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ વાળ ખરવાનું પણ બંધ થઈ જાય છે.

એલોવેરાના બે તાજા પાંદડા લઈને આ પાંદડા પરથી છાલ દૂર કરીને એલોવેરા જેલ બહાર કાઢો. હવે 1 ગ્લાસ જ્યુસ બનાવવા માટે તમારે બે ચમચી એલોવેરા જેલની જરૂર પડશે.

હવે સફરજન, કેળા, ગાજર અથવા ટામેટામાંથી તમારી પસંદગીના કોઈપણ ફળ સાથે બે ચમચી એલોવેરા જેલ મિક્સરમાં નાખો. આ બંને સામગ્રીની મિક્સરમાં પેસ્ટ બનાવો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી શકાય છે. એલોવેરાના રસમાં દૂધનો ઉપયોગ ન કરો. જ્યારે એલોવેરા જ્યુસ તૈયાર થઈ જાય, ત્યારે તેમાં મધ ઉમેરો અને તેનું સેવન કરો.

વાળમાં તેના ઉપયોગ માટે એલોવેરા જ્યૂસ બનાવવાની પદ્ધતિ થોડી અલગ છે. બે ચમચી એલોવેરા જેલને મિક્સરમાં પીસીને ચાળણીની મદદથી ગાળી લો. હવે આ એલોવેરા જ્યુસને તેલની જેમ વાળના મૂળમાં લાહવો. હવે વાળને લગભગ 20 મિનિટ સુધી બાંધી રાખો અને પછી વાળને સામાન્ય સામાન્ય પાણીથી ધોઈ લો. વાળમાં એલોવેરા જ્યુસ લગાવતી વખતે ખાતરી કરો કે વાળ સંપૂર્ણપણે સ્વચ્છ હોય.