‘સમ્રાટ પૃથ્વીરાજ’ના પ્રમોશનમાં વ્યસ્ત અક્ષય કુમારે કહ્યું- ‘હું વૃદ્ધ થઈ ગયો છું, નિવૃત્ત થઈ જવું જોઈએ પણ…’

મનોરંજન

બોલિવૂડના ‘ખિલાડી’ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. માનુષી છિલ્લર આ ફિલ્મમાં અક્ષયની સામે જોવા મળશે, જે સમ્રાટ પૃથ્વીરાજ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની રીલીઝ પહેલા સ્ટારકાસ્ટે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, અક્ષય તાજેતરમાં જ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર સીઝન 5’ (DID L’il Masters 5)માં પહોંચ્યો અને ભાવુક થઈ ગયો.

મારી કરિયરની શરૂઆત કર્યાને 30 વર્ષ થઈ ગયા છે…

ડાન્સ ઈન્ડિયા ડાન્સની સિઝન 5માં આવેલા અક્ષય કુમારે કહ્યું, ‘મેં મારી કરિયરની શરૂઆત કર્યાને 30 વર્ષ થઈ ગયા છે અને મને ખબર નથી કે આ સમય અને આ વર્ષો કેવી રીતે પસાર થઈ ગયા. મેં મારી કારકિર્દીમાં 650 થી વધુ ગીતો કર્યા છે અને હું ગમે ત્યારે જલ્દીથી નિવૃત્ત થવા માંગતો નથી. આ બાળકોએ મારા ઘણા ગીતો પર પરફોર્મ કર્યું છે અને હું અત્યારે ખૂબ જ ભાવુક થઈ રહ્યો છું. આજે આ એક્ટ જોયા પછી મને લાગે છે કે હું વૃદ્ધ થઈ ગયો છું, અને મારે નિવૃત્ત થવું જોઈએ પણ હું નહીં થાવ, જ્યાં સુધી તેઓ મને રોકશે નહીં ત્યાં સુધી હું રીટાયર થવા માંગતો નથી.

હું નિવૃત્તિ લેવા માંગતો નથી…

અક્ષય કુમારે આગળ કહ્યું, ‘હું દરેકને કહેવા માંગુ છું કે જીવનમાં કામ કરતાં વધુ મહત્વનું કંઈ નથી, દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ અને કરતા રહેવું જોઈએ. હું માનું છું કે જે લોકોને કામ કરવાની તક મળે છે, તેઓ ખરેખર નસીબદાર હોય છે. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ કરીશ ત્યારે પણ હું શોમાં આવીશ અને કહીશ કે હું નિવૃત્તિ લેવા માંગતો નથી.

Akshay says he doesnt want to retire

તમને જણાવી દઈએ કે પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સે હવે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લીધો છે . કરણી સેનાને સંબોધિત જાહેર પત્ર દ્વારા આ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી હતી. કરણી સેનાની પીઆઈએલ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અનેક બેઠકો અને નોટિસો બાદ 27 મેના રોજ ‘પૃથ્વીરાજ’નું નામ બદલવામાં આવ્યું છે. ફિલ્મનું નામ ‘પૃથ્વીરાજ’થી બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે અપમાન કરવાનો ઈરાદો ધરાવતા નથી. ફિલ્મ દ્વારા અમે તેમની બહાદુરી, સિદ્ધિઓ અને દેશના ઈતિહાસમાં યોગદાનની ઉજવણી કરવા માંગીએ છીએ.

ધૂમ મચાવી રહ્યો છે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર 5

નોંધનીય છે કે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર સીઝન 5માં ઘણા નાના સ્પર્ધકો તેમના ડાન્સથી દરેકના દિલ જીતી રહ્યા છે. આ શોને કોરિયોગ્રાફર રેમો ડિસોઝા તેમજ અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને મૌની રોય દ્વારા જજ કરવામાં આવી રહ્યો છે. આ શોની ઘણી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કેટલાક સ્પર્ધકોનું ડાન્સ પરફોર્મન્સ જોઈને શોના ત્રણ જજ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને બાળકોના વખાણ કરતા થાકતા નથી.