સલમાન ખાનથી લઇને કરીના કપૂર સુધી, આ સિતારાઓ નો એશ્વર્યા રાય સાથે રહ્યો છે છત્રીસનો આંકડો…

મનોરંજન

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 48 વર્ષની થવા જઈ રહી છે. તેનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગ્લોરમાં થયો હતો. 48 વર્ષની ઉંમરમાં પણ આ અભિનેત્રી ખૂબ જ યુવાન અને સુંદર દેખાઈ રહી છે. જોકે આજે તેના જન્મદિવસ પર અમે તમને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. વાસ્તવમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ પોતાની દોસ્તી અને દુશ્મનીને લઈને ચર્ચામાં રહે છે. એવું જોવામાં આવ્યું છે કે સિતારાઓ એકબીજા સાથે 36નો આંકડો ધરાવે છે. આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ સામેલ છે. હા, ઘણા એવા સ્ટાર્સ છે જે એશ્વર્યા સાથે વાતચીત પણ કરતા નથી. તો ચાલો આપણે જાણીએ કે આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન એક સમયે પ્રેમમાં હતા. તેમની વાત લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ જ્યારે બ્રેકઅપ થયું ત્યારે તેઓ એકબીજાના જાની દુશ્મન બની ગયા હતા. ઐશ્વર્યા સલમાન ખાન પર મારપીટનો આરોપ લગાવતી હતી. આ સાથે સલમાન પર એવો પણ આરોપ લાગ્યો હતો કે તેણે ઐશ્વર્યાનું કરિયર બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઐશ્વર્યાને સલમાન ખાન સાથે એટલી દુશ્મની છે કે તેને તેનું નામ સાંભળવાનું પણ પસંદ નથી.

ઐશ્વર્યા રાય અને વિવેક ઓબેરોય

સલમાન ખાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાયની વિવેક ઓબેરોય સાથેની નિકટતા વધી હતી. કહેવાય છે કે બંને ફિલ્મ ‘ક્યૂં હો ગયા ના’થી એકબીજાની નજીક આવ્યા હતા. આ પછી વિવેકે પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાનને એક્સપોઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દાવ વિવેક માટે ખોટો સાબિત થયો હતો અને તેને ફક્ત ફિલ્મો મળવાનું જ બંધ ન થયું સાથે સાથે ઐશ્વર્યાએ પણ તેનાથી અંતર બનાવી લીધું હતું. ત્યારથી આજ સુધી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

ઐશ્વર્યા રાય બચ્ચન અને કરીના કપૂર

ઐશ્વર્યા રાય બચ્ચન અને કરીના કપૂર ખાન વચ્ચે આજ સુધી કોઈ વાત થઈ નથી. કહેવાય છે કે જ્યારથી કરીના બોલીવુડમાં આવી છે ત્યારથી તે ક્યારેય ઐશ્વર્યા રાય બચ્ચન સાથે વાત કરતી નથી. તે જ સમયે, થોડા વર્ષો પહેલા, એવા અહેવાલ પણ આવ્યા હતા કે ઐશ્વર્યા રાય બચ્ચન મધુર ભંડારકરની ફિલ્મ ‘હિરોઈન’માં કામ કરી રહી છે પરંતુ પ્રેગ્નન્સીને કારણે તેને ફિલ્મમાંથી હટાવીને કરીનાને લેવામાં આવી હતી, ત્યારથી બંને શીત યુદ્ધ થયું છે.

ઐશ્વર્યા રાય બચ્ચન અને રાની મુખર્જી

રાની અને ઐશ્વર્યા એકબીજાના ઘણા સારા મિત્રો હતા પરંતુ ચલતે ચલતે ફિલ્મના કારણે બંને વચ્ચે અંતર આવી ગયું હતું. પહેલા ઐશ્વર્યા આ ફિલ્મમાં કામ કરતી હતી અને જ્યારે સલમાન ખાને ફિલ્મના સેટ પર હંગામો મચાવ્યો ત્યારે એશને હટાવીને રાનીને અભિનેત્રી તરીકે લેવામાં આવી હતી. ત્યારથી રાની અને એશ વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. આ સાથે જ અભિષેક બચ્ચન સાથેના સંબંધોને કારણે રાની અને ઐશ્વર્યાની દુશ્મની પણ વધી ગઈ હતી. પહેલા અભિષેક રાનીની નજીક હતો અને બાદમાં તેણે એશ સાથે લગ્ન કર્યા હતા.

ઐશ્વર્યા રાય અને સોનમ કપૂર

બોલિવૂડની ફેશન ક્વીન સોનમ કપૂર કેટફાઈટ માટે ઘણી ફેમસ રહી છે. તેણે અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે ઝઘડો કર્યો છે. ઐશ્વર્યા રાય સાથે પણ એવું જ થયું છે. એકવાર સોનમ કપૂરે એશને આંટી કહીને બોલાવી હતી. તેના આ નિવેદનથી ભારે મુશ્કેલી પણ ઉભી થઈ હતી. પોતાના નિવેદનની સ્પષ્ટતામાં સોનમે કહ્યું હતું કે ઐશ્વર્યાએ મારા પિતા સાથે ફિલ્મોમાં કામ કર્યું છે, તેથી હું તેને આંટી કહીશ, નહીં? સોનમના આ નિવેદનથી ઐશ્વર્યાને ખરાબ લાગ્યું હતું.