બોલીવુડ ના આ સિતારાઓએ પત્નીને તલાક આપીને વિદેશી છોકરીઓ સાથે કરી લીધા લગ્ન, નંબર 2 તો છે બધાનો ફેવરિટ

મનોરંજન

બોલીવુડમાં રિલેશનશિપ-બ્રેકઅપ એ સામાન્ય બાબત છે. લગ્નના ઘણા વર્ષો પછી બોલીવુડ જગતના સિતારાઓ કોઈકને કોઈક કારણસર છૂટા પડી જાય છે. જો કે, આ પૈકી ઘણા સિતારાઓ એવા પણ છે જેમણે, તેમના જીવનસાથી જોડેથી છૂટાછેડા કર્યા પછી, એક વિદેશી પ્રેમિકાનો હાથ પકડી લીધો હતો. આ સૂચિમાં કયા કયા સિતારાઓ શામેલ છે, આવો વિગતવાર જાણીએ…

સૈફ અલી ખાન

પટૌડીના નવાબ સૈફ અલી ખાન ચોથી વખત પિતા બનવા જઈ રહ્યા છે. સૈફની બેગમ કરીના કપૂર ખાન જાન્યુઆરીમાં તેના બીજા બાળકનું સ્વાગત કરશે. જોકે, કરીના પહેલા સૈફ અલી ખાન અભિનેત્રી રોઝાને પણ ડેટ કરી ચૂક્યો છે. જ્યારે સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્નજીવન ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે રોજા સૈફના જીવનમાં આવ હતી. તેના લગ્નથી નાખુશ સૈફ અમૃતા સાથે દગો કરીને રોજાની નજીક જવા લાગ્યો હતો. જોકે, ટૂંક સમયમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

અરબાઝ ખાન

મલાઇકા અરોરા સાથે લગ્ન તૂટી ગયા બાદ અરબાઝ ખાને વિદેશી હસીનાને દિલ આપી દીધું છે. આ દિવસોમાં અરબાઝ ખાન ઇટાલિયન મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ મલાઈકાથી જુદા પડ્યા પછી જ્યોર્જિયાની નજીક આવ્યા હતા. સમાચાર મુજબ અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધોને ખાન પરિવારની પણ સંમતિ મળી ગઈ છે. ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થવાના અહેવાલો છે.

પવન કલ્યાણ

દક્ષિણના સુપરસ્ટાર પવન કલ્યાણ આ મામલામાં બોલિવૂડ સ્ટાર્સ કરતા એક સ્ટેપ આગળ છે. પવન કલ્યાણે ત્રણ વાર લગ્ન કર્યા છે. પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા વિદેશી છે. પવને 2013 માં અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા હતા. પવનની પહેલી પત્નીનું નામ નંદિની છે. પવન અને નંદિનીએ 1997 માં લગ્ન કર્યા હતા, જ્યારે 2007 માં તેમના છૂટાછેડા થયા હતા. પવન કલ્યાણે 2009 માં અભિનેત્રી રેનુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2012 માં રેનુ અને પવન છૂટાછેડા સાથે અલગ થઈ ગયા. જે પછી અન્ના પવનના જીવનમાં લેઝનેવા આવી. જેનાથી તેમને બે બાળકો પણ છે.

અર્જુન રામપાલ

મોડેલ મેહર જેસિયા રામપાલથી છૂટાછેડા થયા પછી, અભિનેતા અર્જુન રામપાલ તેની વિદેશી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દેમેટ્રીઆડ્સ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં જીવી રહ્યો છે, અને તે એક પુત્રનો પિતા પણ બની ગયો છે. ગયા વર્ષે જુલાઈમાં ગેબ્રિએલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે આ દંપતીએ હજી સુધી લગ્ન કર્યા નથી કર્યા. જણાવી દઈએ કે ગેબ્રિએલા દક્ષિણ આફ્રિકાની એક મૉડલ અને અભિનેત્રી છે.

વિંદુ દારા સિંહ

ટીવી એક્ટર વિંદુ દારા સિંહે પણ બે લગ્નો કર્યા છે. વિંદુની બીજી પત્ની રશિયન મોડેલ દિના ઉમારોવા છે. દિના અને વિંદુના લગ્ન 2005 માં થયા હતા. વિંદુ પત્ની દિના સાથે ગયા વર્ષે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે -9 માં પણ જોવા મળ્યો હતો. વિંદુએ 1996 માં બોલીવુડ અભિનેત્રી ફરાહ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા પરંતુ બંનેના 2002 માં છૂટાછેડા થયા હતા. જોકે વિંદુ હવે દિના સાથે પોતાનું સુખી જીવન વિતાવી રહ્યો છે.

રઘુ રામ

જાણીતા ટીવી હોસ્ટ, જજ અને અભિનેતા રઘુ રામના લગ્ન 2006 માં અભિનેત્રી સુગંધા ગર્ગ સાથે થયા હતા. જો કે, તેમના લગ્ન ફક્ત 12 વર્ષ ચાલ્યા હતા અને 2018 માં, બંનેના છૂટાછેડા થયા. રઘુએ હવે ઇટાલિયન-કેનેડિયન સિંગર નતાલી ડી લુકોયો સાથે લગ્ન કર્યા છે. 8 જાન્યુઆરી 2020 ના રોજ, રઘુ અને નતાલીનો પ્રથમ પુત્ર થયો, તેનું નામ રિધમ.

રાહુલ મહાજન

આ યાદીમાં બિગ બોસના પૂર્વ સ્પર્ધક રાહુલ મહાજનનું નામ પણ શામેલ છે. 2018 માં રાહુલે કઝાકિસ્તાનની મોડેલ નતાલ્યા ઇલિના સાથે લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે રાહુલ નતાલ્યા કરતા 18 વર્ષ મોટા છે. રાહુલે મુંબઈની મલબાર હિલ્સમાં નજીકનાં સગાં અને મિત્રોની હાજરીમાં નટાલ્યા સાથે લગ્ન કર્યા. રાહુલના પહેલા લગ્ન તેના બાળપણના મિત્ર શ્વેતા સિંહ સાથે અને બીજા લગ્ન ડિમ્પી ગાંગુલી સાથે રિયાલિટી શો સ્વયંવર દરમિયાન થયા હતા. બંને લગ્નમાં રાહુલ પર ઘરેલું હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.