ચહેરા પરથી ખીલ ડાઘ દૂર કરીને તેને ચમકદાર બનાવવાનું કામ કરે છે આ ખાસ વસ્તુ, ખાલી આવી રીતે કરવો પડશે ઉપયોગ…

સ્વાસ્થ્ય

જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. ત્વચાની સમસ્યાઓમાં ખીલ સામાન્ય છે. તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આપણે જોઈએ છીએ કે ખીલ દૂર કરવા માટે લોકો બજારમાં ઘણી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરે છે તો પણ તેમની સમસ્યાનો અંત આવતો નથી.

આવી સ્થિતિમાં કેટલાક ઘરેલૂ ઉપાયો તમને મદદ કરી શકે છે. આ લેખમાં અમે તમારા માટે એવી વસ્તુઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે માત્ર ખીલ જ નહીં પણ ખીલના નિશાન પણ દૂર કરવામાં મદદ કરશે.

ત્વચા નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે ત્વચા પર હાજર તેલ ગ્રંથીઓ ત્વચાને તેલયુક્ત રાખે છે, જેના કારણે ત્વચા નરમ અને સલામત રહે છે, પરંતુ જ્યારે આ ગ્રંથીઓમાં તેલ સામાન્ય કરતાં વધુ ઉત્પાદન કરવાનું શરૂ કરે છે, ત્યારે ત્વચાની બાહ્ય સપાટી પર ઘણી મુશ્કેલીઓ પેદા થાય છે. જો આવું હોય તો આ તેલ ત્વચામાંથી બહાર નીકળી શકતું નથી. આવી સ્થિતિમાં ગ્રંથીઓમાં જંતુઓ વધે છે અને ચેપનું કારણ બને છે, જે ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ખીલના સ્વરૂપમાં દેખાય છે. આ સિવાય હોર્મોનલ ચેન્જ પણ પિમ્પલ્સનું કારણ માનવામાં આવે છે.

ખીલથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર

1. હળદર-એલોવેરા

હળદર અને એલોવેરા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે. હળદર ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે હળદર અને એલોવેરા મિક્સ કરો અને તેને સીધા ચહેરા પર લગાવો. આ પેક તમારી ત્વચાને સાફ કરવામાં અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

2. લીમડા-રોઝ વોટર

લીમડાનો ઉપયોગ ત્વચા અને વાળની ​​સંભાળ માટે કરી શકાય છે. આ માટે સૌથી પહેલા લીમડાના પાનની પેસ્ટ બનાવ અને તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ તેને ધોઈ લો. આ ખીલ દૂર કરે છે.

3. મધ-ફુદીનો

ફુદીનાના પાનને પીસીને તેમાં થોડું મધ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેને આખા ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ખીલના નિશાનથી છુટકારો મળે છે.

4. મુલ્તાની મીટ્ટી-ગુલાબજળ

મુલતાની મિટ્ટી ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગુલાબજળ અને લીંબુના થોડા ટીપા સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો ખીલ અને ડાઘ દૂર કરવામાં મદદ મળે છે.

5. મધ-લસણ

લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. લસણ અને મધને પીસીને કોટન સ્વેબથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તેને 20 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો. આ ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.