7 વર્ષ ની આ બાળકી ને બેટિંગ કરતા જોઈ ક્રિકેટ ના આ દિગ્ગજો એ કીધું, કાશ ! અમે પણ આવા શોર્ટ મારી શકત

 7 વર્ષ ની આ બાળકી ને બેટિંગ કરતા જોઈ ક્રિકેટ ના આ દિગ્ગજો એ કીધું, કાશ ! અમે પણ આવા શોર્ટ મારી શકત

આ દિવસો માં સોશિયલ મીડિયા પર એક બાળકી નો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો માં 7 વર્ષ ની એક ભારતીય છોકરી તાબડતોડ શોર્ટ મારતા દેખાઈ રહી છે. આ બાળકી ને આવી રીતે રમતી જોઈ ન માત્ર ભારતીય પરંતુ વિદેશી ક્રિકેટર પણ એમની બેટિંગ ના દિવાના થઈ ગયા છે.

ગયા મંગળવારે ESPNcricinfo ને બેટિંગ કરતા આ બાળકી ના વિડીયો શેર કર્યો અને લખ્યું –

ફુટવર્ક💪

ટાઈમિંગ👌

શોર્ટ🤩

7 વર્ષ ની પરી શર્મા પ્રતિભા થી ભરપૂર છે.

વાસ્તવ માં વીડિયો માં તાબડતોડ શોટ મારતા દેખાઈ રહેલી આ બાળકી નું નામ ‘પરી શર્મા’ છે. પરી ઉંમર માં તો માત્ર સાત વર્ષ ની છે, પરંતુ બેટિંગ માં સારા એવા બેટ્સમેન થી ઓછી નથી. કવર ડ્રાઈવ, સ્ટ્રીટ ડ્રાઈવ, પૂલ, બુક, બેટફૂટ પંચ અને કટ પરી શર્મા ના બોક્સ માં તમને ક્રિકેટ ના બધા શોર્ટ મળી જશે.

સાત વર્ષ ની પરી શર્મા ટેકનીક ની બાબત માં કમાલ ની લાગે છે. ફૂટવર્ક નો યોગ્ય ઉપયોગ કરી ને કવર ડ્રાઈવ લગાવતી વખતે પરી વિરાટ કોહલી જેવી દેખાય છે, પંચ લગાવતી વખતે સચિન જેવી દેખાય છે તો ત્યાં જ એમના પુલ અને હુક વીરેન્દ્ર સેહવાગ ની યાદ અપાવે છે.

આ નાની ક્રિકેટર ને બેટિંગ કરતા જોઈ ઇંગ્લેન્ડ ના ભૂતપૂર્વ  કેપ્ટન માઈક આર્થટન આ વીડિયો ને રીટ્વિટ કરતા કીધું – અસાધારણ

ઇંગ્લેન્ડ ના એક બીજા ભૂતપૂર્વ કેપ્ટનમાઈકલ વોન – એ પણ આ વીડિયો ને શેર કરતા લખ્યું

આ વીડિયો ને જુઓ, પરી શર્મા જે માત્ર 7 વર્ષ ની છે. એમના મૂવમેન્ટ ને જુઓ કેટલા શાનદાર.

આના પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની ઝડપી બોલર શિખા શર્મા એ કીધું –

શાનદાર. . . . હું પરી થી કેટલાક ક્લાસ લેવા માંગીશ.

આના સિવાય વેસ્ટ ઇન્ડીઝ ના યુવા ક્રિકેટર શાઈ હોપ એ પણ આ વીડિયો ને શેર કરી ને લખ્યું –

જ્યારે હું મોટો થઈ જઈશ તો હું પણ પરી શર્મા ની જેમ બનવા માંગીશ.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ પરી શર્મા ની બેટિંગ ની તુલના વીરેન્દ્ર સહેવાગ થી કરી રહ્યા છે.

https://twitter.com/farziBaazigar/status/1252590125864882178

https://twitter.com/IndianThaicurry/status/1252646296105545729

https://twitter.com/raviations/status/1252585185268379655