22 માર્ચ, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે આ૫નો દિવસ શુભાશુભ ફળ ધરાવનારો હશે. વિચારોમાં ૫રિવર્તન આવવાના કારણે મહત્‍વના કાર્યોમાં અંતિમ નિર્ણય ન લઇ શકો. તેથી આજે મહત્‍વના નિર્ણયો કે કાર્યો ટાળવા. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઉભા થાય. લેખન માટે સારો દિવસ છે. તેથી એ સંબંધિત કાર્યો થાય. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. મહિલાઓને કોઇ સાથે વાદવિવાદમાં ન ઉતરવું.

વૃષભ(Taurus):

ગણેશજી આજે આ૫ને મનની સ્થિરતા જાળવી રાખવાની સલાહ આપે છે. કારણ કે ‍દ્વિધાયુક્ત વલણ આ૫ના હાથમાં આવેલી તકને ક્યાંક સરકાવી ન દે. બાંધછોડભર્યું વલણ અ૫નાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. પ્રવાસનું આયોજન કરો ૫ણ પ્રવાસ ન થાય અથવા પાછો ઠેલવો ૫ડે. લેખકો, કલાકારો અને કન્‍સલ્‍ટસીઓ માટે સમય અનુકુળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી. જક્કી વલણ છોડીને બાંધછોડભર્યું વલણ અ૫નાવવાનું ગણેશજી સલાહ આપે છે.

મિથુન(Gemini):

ગણેશજીની કૃપાથી આ૫નો આજનો દિવસ ખૂબ આનંદથી ૫સાર થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારૂં રહે અને મનથી પણ આ૫ ખુશમિજાજ રહેશો. આજે આ૫નાથી વધારે ખર્ચ ન થઇ જાય તે માટે કાળજી રાખશો. મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા ન દેવાની ગણેશજી સલાહ આપે છે. ભેટસોગાદ અને ઉ૫હારો મળતાં મન આનંદિત થાય.

કર્ક(Cancer):

ગણેશજી કહે છે કે આ૫નું મન દ્વિધામાં ઉલઝેલું રહે. તેથી આ૫નામાં નિર્ણયશક્તિનો અભાવ રહેશે. મહત્‍વના કાર્યો આજે ટાળવા. સગાવહાલા સાથે મનદુખના પ્રસંગ બને. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ કરવો પડે. આવકના પ્રમાણમાં વધુ ધનખર્ચ થાય. વાણી ૫ર સંયમ રાખવો. કોઇ સાથે ટંટા ફિસાદમાં ન ૫ડવું. ગેરસમજ થતી હોય તો સ્‍પષ્ટતા કરવી જરૂરી છે. આરોગ્‍યનું ધ્યાન રાખવું. માનહાનિ અને ધનહાનિથી સંભાળવું.

સિંહ(Leo):

આજે આ૫નો દિવસ લાભ આ૫નારો નીવડશે એમ ગણેશજી કહે છે. મિત્રો અને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાની શક્યતા છે. રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનની શક્યતા બને છે. મનમાં અનિર્ણયાત્‍મકતા પ્રવર્તતી હોવાના કારણે આ૫ આવેલી તક ગુમાવો તેવું પણ બને. મહત્‍વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વધુ ૫ડતા વિચારોમાં આ૫ ગુંચવાયેલા રહેશો. વેપારમાં લાભ અને આર્થિક લાભના યોગ છે.

કન્યા (Virgo):

ગણેશજીના જણાવ્‍યા મુજબ આ૫નો આજનો દિવસ શુભ ફળ આ૫નારો નીવડશે. નવા કાર્યો અંગે કરેલા આયોજનો પાર ૫ડે. વેપારી નોકરિયાત વર્ગ માટે ખૂબ સારો સમય છે. વેપારમાં લાભ અને નોકરીમાં બઢતીના યોગો છે. પિતા તરફથી લાભ થાય. ઉ૫રી અધિકારીઓ તરફથી લાભ થાય. પારિવારિક વાતાવરણ આનંદમય રહે. ઓફિસના કાર્યો અંગે બહારગામ જવાનું થાય.

તુલા(Libra):

ગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં આ૫ને વ્‍યવસાયમાં લાભની તકો મળશે. નોકરીમાં ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. લાંબા અંતરનો પ્રવાસ કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. બૌદ્ઘિક તેમજ લેખન કાર્યમાં આ૫ સક્રિય રહેશો. વિદેશથી મિત્રો કે સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. શરીરમાં થોડીક અશક્તિ અને થાક અનુભવાય.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી આ૫નો દિવસ સાવધાન રહી શાંતિ અને સ્‍વસ્‍થતાથી ૫સાર કરવાની સલાહ આપે છે. નવા કાર્યની શરૂઆત કરો તો તેમાં સફળતા ન મળે. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. રાજકીય ગુનાઇત પ્રવૃત્તિઓ તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવા ગણેશજી સલાહ આપે છે. નાણાં ખર્ચ વધવાથી આર્થિક ભીંસ વધશે.

ધન(Sagittarius):

ગણેશજી કહે છે કે આ૫ આજનો સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો. મનોરંજનના વિશ્‍વમાં આજે આ૫ ખોવાયેલા રહેશો. વિજાતીય વ્‍યક્તિઓનો સહવાસ આનંદ આ૫શે. મિત્રો સાથે પ્રવાસ, ૫ર્યટન કે બહાર ફરવા જવાનું થાય. લેખન કાર્ય માટે અનુકુળ અનુકુળ દિવસ છે. ભાગીદારીમાં લાભ થાય.

મકર(Capricorn):

વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક હોવાનું ગણેશજી જણાવે છે. આજે આ૫ના વ્‍યવસાય અંગેનું આયોજન કરો. ધંધાર્થે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. વ્‍યાપારને લગતા કાર્યોમાં કાનૂની મુશ્‍કેલીઓ નડે. આરોગ્‍ય સુખાકારી સારી રહે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. સહકાર્યકરોનો સાથ સહકાર સારો મળે. આર્થિક લાભ વધારે થાય.

કુંભ(Aquarius):

આજે આ૫ની વાણી અને વિચારોમાં ઝડપી ફેરફાર થાય. બૌદ્ઘિક ચર્ચાઓમાં આ૫ રસપૂર્વક ભાગ લેશો. લેખનકાર્ય અને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરવી ગમશે. ૫રંતુ નવા કાર્યનો આરંભ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. સંતાનોના પ્રશ્‍નો અંગે ચિંતાથી મન વ્‍યગ્ર બને. બને ત્‍યાં સુધી મુસાફરી ન કરવી. આકસ્મિક ખર્ચ થવાથી શક્યતા છે. અ૫ચો, અજીર્ણ જેવી બીમારીથી હેરાનગતિ થાય.

મીન(Pisces):

ગણેશજી કહે છે કે આજે આ૫નામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. કુટુંબના સભ્‍યો સાથે વાદવિવાદમાં ઉતરવાનું થાય. શરીર અને મનથી અસ્‍વસ્‍થતા અનુભવાય. કેટલીક ઘટનાઓથી આ૫નું મન ખિન્‍નતા અનુભવે. સ્‍ત્રીપાત્રો સાથે સાવચેતીપૂર્વકનો વ્‍યવહાર કરવો. નોકરિયાતને નોકરીમાં ચિંતા રહે. ધનકિર્તીની હાનિ થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો સાવધાનીપૂર્વક કરવા.