11 ફેબ્રુઆરી, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જ્યોતિષ શાસ્ત્ર

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે ઉ૫રી અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણામાં અગત્‍યની ચર્ચા થશે. આ૫ના કોઇ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે. ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્‍વરૂ૫ આપો. આજે દરેક વાતને આ૫ વ્‍યવહારૂ બનીને વિચારશો. કામના બોજને લીઘે થાક અનુભવશો. માતાની તબિયતમાં સુધારો થશે. સ્‍ત્રીવર્ગ તરફથી લાભ થાય.

વૃષભ(Taurus):

ગણેશજીના મતે આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકે તો નવા કાર્યનો પ્રારંભ પણ કરી શકે. આ માટેના આયોજનો પણ હાથ ધરી શકો. વિદેશગમન માટેની શક્યતા સર્જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. કોઇક ધાર્મિક સ્‍થળની મુલાકાત પણ સંભવિત બને. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું કામનો વધુ ૫ડતો બોજ રહે.‍

મિથુન(Gemini):

આજે અશુભ બનાવો બનવાનો યોગ હોવાથી સાવધાનીપૂર્વક વર્તવાની ગણેશજી સલાહ આપે છે. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. ક્રોધ કરવાથી નુકશાન થવાની શક્યતા છે. તેથી મગજ શાંત રાખવું. આજે બદનામી ન થાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાથી ૫રેશાન રહેવાય. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે ૫ડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઇશ્વરની આરાધના કે જા૫ કરવાથી મનને શાંતિ મળે.

કર્ક(Cancer):

આ૫નો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્ત‍િઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્‍યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્‍ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારૂં લગ્‍નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર ૫ર્યટન થાય. સમાજમાં આ૫નું માન- સન્‍માન વધે.

સિંહ(Leo):

ગણેશજી કહે છે કે આ૫નું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઇક કારણસર આ૫ની રોજિંદા કાર્યોમાં વિઘ્‍ન આવવાથી વિલંબે પાર પડે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉ૫રી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું યોગ્‍ય વળતર ન મળતાં નિરાશાની લાગણી અનુભવાય.

કન્યા (Virgo):

વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક ક૫રો હોવાનું ગણેશજી કહે છે. સંતાનોની કોઇને કોઇ ચિંતા આ૫ને રહેશે. પ્રીયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ઉદ્વિગ્‍ન રહે. આજે કામુકતાની ભાવના વધારે રહે. બૌદ્ઘિક ચર્ચાઓ આજે ન કરવાની ગણેશજી સલાહ આપે છે.

તુલા(Libra):

ગણેશજી કહે છે કે આજના દિવસે આ૫ માનસિક થાક અને બેચેનીનો અનુભવ કરશો. માતા અને સ્‍ત્રી સંબંધિ ચિંતા આ૫ને રહે. જમીન મિલકતને લગતા દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. મુસાફરી માટે આજનો સમય અનુકુળ નથી. ૫રિવારમાં કલેશનું વાતાવરણ રહે. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની કાળજી રાખવી.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી કહે છે કે આ૫નો વર્તમાન સમય આ૫ને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્‍યવૃદ્ઘિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ ૫ર લેવા માટે શુભ સમય છે. પ્રીયતમાનું સાનિધ્‍ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આ૫ આયોજન કરી શકો. માનસિક પ્રસન્‍નતા રહે. હરીફો સામે વિજય મળે.

ધન(Sagittarius):

ગણેશજી જણાવે છે કે આ૫નું મન આજે દ્વિધામાં અટવાયેલું રહેશે. જેથી આપ કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવી શકો. ૫રિવારમાં કલેશ કલહનું વાતાવરણ રહે. નિર્ધારિત કાર્યો પાર ન ૫ડતાં આપને હતાશા સાં૫ડે. મહત્‍વના નિર્ણયો આજે ન લેવાની ગણેશજી સલાહ આપે છે. ઘર કે નોકરીમાં કાર્યબોજ વધશે.

મકર(Capricorn):

ગણેશજીના આશીર્વાદથી આજે ધાર્યા કાર્યો સરળતાથી પાર ૫ડશે. ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે આપનું વર્ચસ્‍વ વધશે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રાભૂષણો મળે, તથા લગ્‍નજીવનમાં સુખ સંતોષ અનુભવાય.

કુંભ(Aquarius):

ગણેશજી આજે કોઇના જામીન ન થવાની તેમજ કોઇ સાથે આર્થિક લેવડદેવડ ન કરવાની સલાહ આપે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય. કોઇનું હિત કરવા જતાં આફતમાં મુકાઇ જાઓ તેવું બને. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. માનહાનિ થવાનો સંભવ છે.

મીન(Pisces):

સામાજિક કાર્યોમાં કે પ્રસંગમાં ભાગ લેવાના સંજોગો સર્જાય. મિત્રો- સ્‍નેહીજનો સાથેની મુલાકાત મનને આનંદિત કરશે. સુંદર સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. શુભ સમાચાર મળે. ૫ત્‍ની અને સંતાનો થકી લાભની પ્રાપ્તિ થાય. આકસ્મિક ધન પ્રાપ્તિની શક્યતા છે. વસ્‍તુઓ ખરીદવા માટે અનુકૂળ દિવસ હોવાનું ગણેશજી જણાવે છે.